GUJARATHALOLPANCHMAHAL
હાલોલની વીએમ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષા SGFI સ્કેટિંગ સ્પર્ધા યોજાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૪.૮.૨૦૨૫
પંચમહાલ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ધ્વારા પંચમહાલ જિલ્લામાં શાળાકીય અન્ડર 14,અન્ડર 17 તથા અન્ડર 19 ની જિલ્લા કક્ષા SGFI સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન આજે સોમવારના રોજ હાલોલની વીએમ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતુ જેમા 16 શાળાના 112 થી વધારે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જ્યારે આ યોજાયેલ સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લામાંથી SAG મેનેજર, ક્ન્વીનર સુનિલ રાઠોડ તેમજ વીએમ ઇંગ્લિશ મિડીયમના આચાર્ય રજનીકાંત ધમલ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જ્યારે આ સ્પર્ધા માં વિજેતા બનેલા વિધાર્થી અને વિધાર્થિનીઓ ને આગામી સમયમાં રાજ્યક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લેશે તેમ જાણવા મળ્યું હતુ.










