HIMATNAGARSABARKANTHA

વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ મોબાઇલ ફોનની ચોરીનો ગણતરીના દિવસોમાં CEIR પોર્ટલ આધારે ભેદ ઉકેલી આરોપીને મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વિજયનગર પોલીસ

અહેવાલ:- પ્રતિક ભોઈ

વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ મોબાઇલ ફોનની ચોરીનો ગણતરીના દિવસોમાં CEIR પોર્ટલ આધારે ભેદ ઉકેલી આરોપીને મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વિજયનગર પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઇડર વિભાગ નાઓએ મિલકત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય, જે આધારે વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દોઢેક મહિના અગાઉ ફરીયાદીનો OPPO કપંનીનો A3X (4+128) મોડલનો જાંબલી કલરની બોડી વાળો જેના IMEI NO.864017078 951398 મોબાઇલ ફોન ચોરાયેલ હતો.જે આધારે વિજયનગર પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૫૨૫૦૪૪૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૩(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ હતો. જે મોબાઇલ ફોનનો ડેટા CEIR પોર્ટલમાં એન્ટ્રી કરી ટ્રેકીંગમાં મુકેલ હતો. જે ફોન એક્ટીવેટ થતા મોબાઇલ ડિટેઇલ્સ કઢાવી એનાલિસીસ કરતા સદર ફોન કીરીટકુમાર મનજીભાઇ ડામોર રહે,અભાપુર તા.વિજયનગર જી.સાબરકાંઠા વાળાની પાસે હોવાનું જણાઇ આવતા સદરી ઇસમ કીરીટકુમાર મનજીભાઇ ડામોર રહે,અભાપુર તા.વિજયનગર જી.સાબરકાંઠા વાળાને વિજયનગર પોલીસ સ્ટેશન લાવી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧૨,૫૦૦/- નો CEIR પોર્ટલ આધારે રિકવર કરવામાં વિજયનગર પોલીસને સફળતા મળેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

(૧) શ્રી એ.વી.જોષી પોલીસ સબ ઇન્સ્પેક્ટર

(૨) અ.હેડ.કોન્સ. જયદિપકુમાર દિનેશચંદ્ર બ.નં.૫૦

(૩) આ.પો.કોન્સ. દિનેશકુમાર નારણભાઇ બ.નં.૧૦૭૧

(૪) આ.પો.કોન્સ.બાબુલાલ મોતીજી બ.નં.૫૨૭

(૫) I.T. એક્ષ્પર્ટ દર્શનકુમાર પરસોત્તમભાઇ

Back to top button
error: Content is protected !!