HIMATNAGARSABARKANTHA

વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા દોઢ વર્ષે અગાઉ ચોરાયેલ મોબાઈલ ફોન CEIR પોટૅલ આધારે ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી વિજયનગર પોલીસ

અહેવાલ:- પ્રતિક ભોઈ

વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા દોઢ વર્ષે અગાઉ ચોરાયેલ મોબાઈલ ફોન CEIR પોટૅલ આધારે ભેદ ઉકેલી આરોપીને મોબાઈલ ફોન-૧ કિ.રૂ.૧૦,૪૯૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી વિજયનગર પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબશ્રી ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી સ્મિત ગોહિલ સાહેબ ઇડર વિભાગ ઇડર નાઓએ મીલકત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે આધારે વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દોઢ વર્ષે અગાઉ ફરીયાદીનો ઓપો કંપનીનો A16 મોડલનો મોબાઈલ ચોરાયેલ હતો જે આધારે વિજયનગર પોલીસ સ્ટેશનમાં એ.પાટે ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૫૨૪૦૨૫૩/૨૦૨૪ ઈ.પી.કો ક.૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ હતો જે મોબાઈલ ફોનનો ડેટા CEIR પોટેલમાં એન્ટ્રી કરે ટ્રેકીગમાં મુકેલ હતો જે ફોન એકટીવ થતા મોબાઇલ ડીટેલ્સ કઢાવી એનાલીસીસ કરતા સદર ફોન પદમસિંહ સરદારસિંહ ચૌહાણ રહે.નીચલા તળાવ તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસથાન વાળાની પાસે હોવાનું જણાઈ આવતા સદરી ઇસાને વિજયનગર પોલીસ સ્ટેશન લાવી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧૦,૪૯૦/- CEIR પોર્ટલ આધારે રિકવર કરવામાં વિજયનગર પોલીસને સફળતા મળેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

(૧) એ.વી.જોષી પોલીસ સબ ઇન્સ્પેક્ટર

(૨) અ.પો.કો વિજયકુમાર રામુભાઈ

(૩) અ.પો.કો નકુલકુમાર લલીતભાઈ

(૪) IT એક્ષ્પર્ટે દર્શનકુમાર પરસોત્તમભાઈ

Back to top button
error: Content is protected !!