DEDIAPADAGUJARATNARMADA

આણંદ મહાનગરપાલિકાના ૧૮ સંસ્થાઓ ખાતે મચ્છરના પોરા જોવા મળતા ૮૭ હજારનો દંડ

આણંદ મહાનગરપાલિકાના ૧૮ સંસ્થાઓ ખાતે મચ્છરના પોરા જોવા મળતા ૮૭ હજારનો દંડ

તાહિર મેમણ – આણંદ – 05/08/2025 – આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડોક્ટર રાજેશ પટેલ દ્વારા મનપા વિસ્તારમાં ૪૨ જેટલી ટીમો બનાવીને આરોગ્યલક્ષી વાહકજન્ય અટકાયત કામગીરી કરી રહ્યા છે.

 

 

 

મનપાના મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર રાજેશ પટેલ ના જણાવ્યા મુજબ ડેન્ગ્યુ વિરોધી માસ જુલાઈ ૨૦૨૫ દરમિયાન મનપા વિસ્તારમાં શહેરી અર્બન મેલેરિયા સ્કીમની ટીમો દ્વારા વાહક જન્ય રોગ અટકાયત ની કામગીરી કરવામાં આવી રહી છે.

 

 

 

મનપાના આરોગ્ય વિભાગની ૪૨ જેટલી ટીમો દ્વારા ૫૮,૧૨૨ ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ૪,૫૫૬ જગ્યાઓ ઉપર મેલેરિયાના પોરા જોવા મળ્યા છે, ડેન્ગ્યુ અને મેલેરિયા નોટિફિકેશન એક્ટની અમલવારી સંદર્ભે ૨૦૦ જેટલા વ્યક્તિઓને નોટિસ આપવામાં આવી છે.

 

 

 

આ ઉપરાંત મનપા વિસ્તારની ૧૫ હોટલો, ૧૦ હોસ્પિટલો, ૨૦ શૈક્ષણિક સંસ્થાઓ, શાળા/ કોલેજો, ૩૦ બાંધકામ સાઈટ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ૨૦ દુકાનો અને ૧૦ મોલ, થિયેટર અને જાહેર સંસ્થાઓ ખાતે મનપાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી છે.

 

 

 

જુલાઈ માસ દરમિયાન મનપાના મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર દ્વારા કરવામાં આવેલ કામગીરી અંતર્ગત જે સંસ્થાઓ ખાતેથી મોટા પ્રમાણમાં મચ્છરના પોરા જોવા મળ્યા છે, તેવી સંસ્થાઓ પાસેથી રૂપિયા ૮૭,૦૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે, જ્યારે વર્ષ ૨૦૨૫ દરમિયાન મનપા વિસ્તારમાં આવેલી સંસ્થાઓ, હોસ્પિટલ,હોટલ, દુકાન, મોલ, થિયેટર, બાંધકામ સાઈટ ખાતે આકસ્મિક તપાસ કરતા મચ્છરના પોરા મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા, તેવી સંસ્થાઓ ખાતેથી રૂપિયા ૩.૦૦ લાખ ઉપરાંતના દંડની વસુલાત કરવામાં આવી છે.

 

 

 

મનપા વિસ્તારમાં આવેલી હોસ્પિટલો ડેન્ગ્યુ અને મેલેરિયા નોટિફિકેશન એક્ટની અમલવારી કરે તે ખૂબ જ જરૂરી છે, તેમ ડોક્ટર રાજેશ પટેલે વધુમાં જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!