GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
MORBI:મોરબી વાંકાનેર હાઈવે પરથી હાથ બનાવટી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો

MORBI:મોરબી વાંકાનેર હાઈવે પરથી હાથ બનાવટી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર એ.કે. હોટલ નજીક રવિરાજ પાનની કેબિન પાસેથી દેશી હાથ બનાવટ તમંચા (કટ્ટો) સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. ટીમને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી તપાસ કરતા મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર એ.કે. હોટલ નજીક રવિરાજ પાનની કેબિન પાસે એક શખ્સ શંકાસ્પદ જણાતા તલાશી લેતા આરોપી સાગરભાઈ ચતુરભાઈ દારોદરા (ઉ.વ.૨૮) રહે. વીસીપરા મોરબીવાળા પાસેથી દેશી હાથ બનાવટનનો તમંચો (કટ્ટો) હથીયાર નંગ -૦૧ કિં રૂ. ૨૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







