GUJARATJUNAGADH

પાંચ પ્રકારના સાબુ,ફેસપેક,બામ,મચ્છર ધુપતી,દંતમંજન સહિતની ૨૦ જેટલી વસ્તુઓ ગીર ગાયના ગોબર, ગૌમુત્ર અને ઔષધીઓથી બનાવે છે

ઇંગોળિયાના સાબુ બનાવતા લાગે છે ૪૫ દિવસ

હેતલબેન દ્વારા ગીર ગાય ના ગોબર,ગૌમુત્ર અને ઔષધીઓથી ૨૦ જેટલી વસ્તુઓ બનાવે છે.આ વસ્તુ બનાવવાની પ્રક્રિયા લાંબી અને મહેનત માંગી લે છે.તમને જાણીને નવાઈ લાગશે કે ન્હાવા માટે તૈયાર થતો પંચગવ્ય સાબુમાં ૨૧પ્રકારની ઔષધીઓ નો સમાવેશ થાય છે.જેમાં ગાયનું ગોબર, દૂધ ,દહીં, છાશ, ઘી , ઉપરાંત ગેરુ, શિકાકાઈ,લીમડા પાવડર સહિતનો ઉપયોગ થાય છે તેમજ ઇંગોળિયાનો સાબુ વાળ ધોવા માટે બનાવે છે. જેમા જંગલની દિવ્ય ઓષધીઓનો સમાવેશ થાય છે. આ સાબુ બનતા ૪૫ દિવસ લાગે છે.આ સાબુ ખરતા વાળ,ખોડો દૂર કરવા ઉપયોગી છે.જ્યારે કેસુડાનો સાબુ કેસુડા પાવડર, ગોબર નો રસ થી બને છે. કેસુડા નો સાબુ બાળકો માટે શ્રેષ્ઠ છે.
આ ઉપરાંત ગાયના ધી‌, લવિંગ ,કપુર, તુલસી,અજાઇન ફુદીના થી બામ બનાવે છે. જે શરદી, માથું ,કમરના દુખાવામાં રાહત આપે છે. જયારે મચ્છર ઘુપબતી જે ગૌમૂત્ર ,ગોબર ,ગૂગળ ,લવિંગ અને તમાલપત્ર થી બને છે.જેનાથી મચ્છર દૂર ભાગે છે.આ ઉપરાંત દંતમંજન,ફેસપેક,ગણેશની મૂર્તિ,ચંદન- કપુર ની અગરબત્તી,૯ પ્રકાર ના ધૂપ,હવન સામગ્રી,ગાયના ઘી અને મીણથી દીવા,હેર ઓઇલ,મોબાઈલ સ્ટેન્ડ સહિતની વસ્તુઓ બનાવે છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ.

Back to top button
error: Content is protected !!