GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:કલા મહાકુંભ માં શારદા વિદ્યા મંદિર ના તારલાઓ ઝગમગ્યા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૬.૮.૨૦૨૫

કલા મહાકુંભ 2025-26 નું ગુજરાત ભરમાં આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત હાલોલ તાલુકા કક્ષાનું આયોજન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કાર્યક્રમની કચેરી ગુજરાત દ્વારા આજ 6 ઓગસ્ટના રોજ વીએમ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વકૃત્વ, નિબંધ, ચિત્ર, સંગીત ગાયન, સંગીત વાદન, રાસ,ગરબા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં હાલોલ તાલુકાની શાળાઓએ ભાગ લીધો હતો જેમાં શારદા વિદ્યા મંદિર ગુજરાતી માધ્યમની ધોરણ ધોરણ-9 ની વિદ્યાર્થીની કુ.ચૌહાણ વિશ્વા રાજેશભાઈ દ્વારા 6 થી 14 વર્ષની વય કક્ષાના નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.જેમાં નિબંધ સુંદર અક્ષરે મૌલિકતા સાથે લખ્યો હતો.રાસ ગરબા સ્પર્ધામાં પણ ગુજરાતી માધ્યમની 14 વિદ્યાર્થીનીઓનું ગ્રુપ પણ પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે.આ તમામ વિજેતા વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ શારદા વિદ્યા મંદિર શાળાનું પ્રતિનિધિત્વ કરશે. આ તમામ વિદ્યાર્થીઓને શારદા વિદ્યા મંદિર હાલોલ શાળા પરિવાર અભિનંદન સાથે જિલ્લા કક્ષાએ વિજેતા બને અને શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવે છે.

Back to top button
error: Content is protected !!