થરાદના પી.એસ.આઈ સી.પી. ચૌધરી તરફથી અનાથ બાળકો માટે માનવતાની ભેટ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ
થરાદ શહેરમાં આજે માનવતા અને સેવા ભાવનાનો જીવંત દાખલો જોવા મળ્યો, જ્યાં પી એસ આઈ સી.પી. ચૌધરી દ્વારા ગરીબ અને અનાથ બાળકોને શિક્ષણ સહાયરૂપ કીટ વિતરણ કરવામાં આવી. દરેક બાળકના ચહેરા પર ખુશી છલકાઈ પડતી હતી અને તેઓએ “પોલીસ” માટે સારી છબી અનુભવી.
પ્રોગ્રામ દરમિયાન સારદાબેન માટી નિવાસ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો. શ્રી ચૌધરીએ પોતાના હાથે વૃક્ષોનું રોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે, “આપણો ફરજ ફક્ત કાયદો જાળવવાનો જ નહીં, પણ સમાજ અને નૈતિક મૂલ્યોના રક્ષણનો પણ છે.”
અને આ કાર્યક્રમમાં ભાવનાબેન ગોહિલ થરાદ શહેર ઉપપ્રમુખે હાજરી આપી હતી.
સ્થાનિક લોકોએ ઉમંગભેર કાર્યક્રમમાં ભાગ લીધો અને એકઝૂટ થઈને સી પી ચૌધરી ના કાર્યને બિરદાવ્યું. નોંધનીય છે કે, શ્રી સી.પી. ચૌધરી દરેક સામાજિક અને લોકહિતના કાર્યક્રમોમાં સક્રિય હાજરી આપીને પોલીસ તંત્ર માટે એક સકારાત્મક અને માનવતાપૂર્ણ છબી ઉભી કરી રહ્યા
છે.




