GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના લજાઈ ગામ પાસે ગોડાઉનની ઓરડીમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

 

TANKARA:ટંકારાના લજાઈ ગામ પાસે ગોડાઉનની ઓરડીમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

 

 

ટંકારા તાલુકાના લજાઇ ગામ પાછળ જીઆઇડીસીમાં આરોપીના કબ્જા ભોગવટાવાળા ગોડાઉનની ઓરડીમાં જુગાર રમતા કુલ-૦૬ ઇસમોને રોકડા રૂપીયા ૭૫,૨૦૦/-ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે.


મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સંયુકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, હરેશભાઈ છગનભાઇ પટેલ રહે.મોરબી રવાપર રોડ વાળા લજાઇ ગામ પાછળ જીઆઇડીસીમાં આવેલ પોતાના કબ્જા ભોગવટા વાળા ગોડાઉનની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે બાતમીવળા સ્થળે રેઇડ કરી જુગાર રમતા કુલ-૬ ઇસમો હરેશભાઇ છગનભાઇ દલવાડીયા રહે. મોરબી રવાપર રોડ ક્રિષ્ના સ્કુલ પાસે હોમ એપાર્ટમેન્ટ મોરબી, હરેશભાઇ મગનભાઈ ઉભડીયા રહે. મોરબી-૨ જિલ્લા સેવા સદન પાછળ શિવાલય એપાર્ટમેન્ટ મોરબી, સિધ્ધરાજસિંહ દિલુભા જાડેજા રહે.મોરબી-૨ સામાકાંઠે ઋષભનગર શેરી નં- ૩ મોરબી, દિનેશભાઇ કાળુભાઇ ધરોડીયા રહે. મોરબી-ર સામાકાંઠે ભુવનેશ્વરીપાર્ક મોરબી, હરજીવનભાઇ પીતાંબરભાઈ બરાસરા રહે. ઋષભનગર શેરી નં- ૩ મોરબી નિલેશભાઇ લક્ષ્મણભાઇ વારેવાડીયા રહે.રવાપર ગામ મહાવીર એપાર્ટમેન્ટ બ્લોક નં-૬૦૩ મોરબી વાળાને રોકડ રૂ.૭૫,૨૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગારધારા કલમ-૪,૫ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Back to top button
error: Content is protected !!