પાલનપુર તાલુકાની ટોકરીયા શાળામાં એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો

7 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાની ટોકરીયા પ્રાથમિક શાળામાં તાજેતરમાં એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં પ્રકૃતિ મિત્ર ગ્રુપ દ્વારા વિવિધ પ્રકારના વૃક્ષો આપવામાં આવ્યા. ડોક્ટર રાકેશભાઈ પ્રજાપતિ સાહેબ રિહેન એચ.મહેતા હાઇસ્કુલ માંકડી તેમજ શ્રી સુરેશભાઈ ભગાભાઈ પ્રજાપતિ મુખ્ય મહેમાન હતા. શાળાના તમામ બાળકોને ,તેમજ વાલીઓને, વૃક્ષો આપવામાં આવ્યા. ડોક્ટર રાકેશભાઈ પ્રજાપતિએ વૃક્ષોનું જતન કરવા ,તેમજ તેના ફાયદા વિશે બાળકોને માહિતી આપી. 450 જેટલા વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.બંને મહેમાનોનું મોમેન્ટો, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એસએમસીના સભ્યો શાળાના આચાર્યશ્રી રામજીભાઈ રોટાતર, જીગ્નેશભાઈ મોદી મુસ્તાકભાઈ, અનિલભાઈ, શાંતિભાઇ, ગોદડભાઈ, ચંદ્રિકાબેન, કોકીલાબેન, રૂબિનાબેન, ઝહીરભાઈ, દામિનીબેન, શાળાના બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાળકો તેમજ શિક્ષકો એ સેલ્ફી પોઈન્ટમાં પોતાના ફોટો પડાવી ખુશ થયા હતા.તમામના સાથ સહકારથી એક પેડ માં કે નામ કાર્યક્રમ સફળ રહ્યો.





