
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ.પી.પટેલ અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એચ.આર. શર્માના માર્ગદર્શનથી તા. ૦૭/૦૮/૨૦૨૫ના રોજ કેવિકે,વઘઇ ખાતે આંબા પાક વિષયક એક દિવાસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું
<span;>આ એક દિવાસીય તાલીમમાં ડૉ.હર્ષદ એ. પ્રજાપતિ વૈજ્ઞાનિક (બાગાયત) અને ઈ.ચા. વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવિકે, વઘઇ દ્વારા આંબાની ખેતીના મહત્વના પાસા જેવાકે કલમની પસંદગી, કલમની રોપણી, સેંદ્રિય ખાતર આપવાની પધ્ધતિ માંડીને કેરીની વીણી સુધીની સઘળી માહિતી આપવામાં આવી હતી, આ તાલીમની સાથે સાથે અગ્રિમ હરોળ નિદર્શન પેટે દરેક ખેડૂતોને કલમ આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં બારખાંધ્યા અને દગડપાડા ગામના ૨૮થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો અને કલમની યોગ્ય પધ્ધતિથી રોપણી કરીને મહત્તમ ઉત્પાદન લેવાનો સંકલ્પ કર્યો હતો.




