BANASKANTHAGUJARATPALANPUR

શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કૉલેજ પાલનપુરનાં ઇતિહાસ વિષયના વિદ્યાર્થીઓએ ઐતિહાસિક નગરી વડનગરની મુલાકાત લીધી.

21 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કૉલેજ પાલનપુરનાં ઇતિહાસ વિષયના વિદ્યાર્થીઓએ ઐતિહાસિક નગરી વડનગરની મુલાકાત લીધી. એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કોલેજ, પાલનપુરના ઇતિહાસ વિષયના 81 વિદ્યાર્થીઓ અને ત્રણ 3 અધ્યાપકોએ નવી શિક્ષણનીતિ(NEP)ને અનુસરીને તા.07-08-2025ના રોજ એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન ઐતિહાસિક નગરી વડનગરમાં આવેલ પુરાતત્વીય અનુભવાત્મક સંગ્રહાલય કે જે સંગ્રહાલયમાં વડનગર ગેલેરી, સારસ્વત મંડળ ગેલેરી અને ઉત્તર ગુજરાત હસ્તકલા ગેલેરી છે. તેની મુલાકાત લીધી. આ સાથે વિદ્યાર્થીઓએ સંગ્રહાલયમાં આવેલ ગણેશ, શિવ, પાર્વતી, મહિષાસુર મર્દિની, બ્રહ્મા અને વિષ્ણુ તથા બુદ્ધના શિલ્પો, પાટણની તાંબાની પ્લેટો અને કાપડ પ્રદર્શનોની મુલાકાત લીધી છે. વડનગરમાં આવેલ શર્મિષ્ઠા તળાવ, કીર્તિતોરણ વગેરેની મુલાકાત પણ વિદ્યાર્થીઓએ લીધી હતી. આ સાથે વિસનગર નજીક આવેલ તિરુપતિ નેચરલ પાર્કની મુલાકાતે તથા શિવધામ વાળીનાથ ભગવાનના દર્શને પણ વિદ્યાર્થીઓએ લઈ જવાના આવ્યા હતા. આ એક દિવસના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કૉલેજના આચાર્યા શ્રી ડૉ. મનીષાબેન કે. પટેલે સફળતાપૂર્વક કર્યું હતું.

Back to top button
error: Content is protected !!