થરા કોલેજમાં ‘ રાષ્ટ્રીય સંસ્કૃત દિવસ’ની ઉજવણી કરવામાં આવી.
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમા તા.૦૮/૦૮/૨૦૨૫ ને શુક્રવારના રોજ કોલેજના પ્રિ.ડૉ. દિનેશકુમાર એસ.ચારણના
થરા કોલેજમાં ‘ રાષ્ટ્રીય સંસ્કૃત દિવસ’ની ઉજવણી કરવામાં આવી.
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમા તા.૦૮/૦૮/૨૦૨૫ ને શુક્રવારના રોજ કોલેજના પ્રિ.ડૉ. દિનેશકુમાર એસ.ચારણના અધ્યક્ષ સ્થાને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય થરા શાખાના સૂર્યાબેન, નયનાબેન ઠક્કર, રમેશભાઈ પટેલ, બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમા સંસ્કૃત સપ્તાહ અંતર્ગત આયોજિત “રાષ્ટ્રીય સંસ્કૃત દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમનો પ્રારંભ સરસ્વતી વંદના, શ્લો કગાન અને વૈદિક મંત્રોચાર થી કરવામાં આવેલ.પ્રિ.ડૉ.દિનેશ કુમાર એસ.ચારણે સંસ્કૃત, સંસ્કાર,સભ્યતા અને ભારતીય સનાતનસંસ્કૃતિ ના મૂલ્યો સંદર્ભે વિદ્વતા સભર પ્રેરક પ્રવચનઆપ્યું હતું. સંસ્કૃત અનુરાગી વિધાર્થી ભાઈઓ-બહેનોએ સંસ્કૃત ગીત, શ્લોકગાન કરી સંસ્કૃત સાહિત્ય ના કવિઓની કૃતિઓ વિશે સંસ્કૃત સંભાષણ સાથે પ્રેરક વાર્તાલાપ કર્યો હતો.ડૉ.આર. આર.રોહિત, ડૉ.આર.બી. સોલંકી એ વેદો, ઉપનિષદો, રામાયણ,મહાભારત, અને દાર્શનિક ગ્રંથોને યાદ કરી ભારત ની મૂલ્યનિષ્ઠ,સનાતન સંસ્કૃતિ ના મૂલ્યોનું જતન કરવા વિધાર્થીઓ ને હાકલ કરી હતી. આ પ્રસંગે સમગ્ર અધ્યાપકગણ અને વિધાર્થીઓ વિશાળ સંખ્યા માં ઉપસ્થિત રહ્યાં હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. મધુબેન પી.પરમારે કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530