GUJARAT
સંજેલી તાલુકાની શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી
તા.૦૮.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી તાલુકાની શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી
સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય દિલીપકુમાર મકવાણાએ રક્ષાબંધન પર્વની માહિતી વિદ્યાર્થીઓને આપી હતી. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ દ્વારા શાળામાં અભ્યાસ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને રાખડી બાંધી હતી અને દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના કરી હતી. આમ શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.