રાસાયણિક ખાતરના ભાવ વધારાનો વિરોધ કરતા ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા ના કિસાનો.

અહેવાલ:- પ્રતિક ભોઈ
રાસાયણિક ખાતરના ભાવ વધારાનો વિરોધ કરતા ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા ના કિસાનો. તાજેતરમાં રાસાયણિક ખાતરના ભાવ કેન્દ્ર સરકાર દ્વારા વધારોમાં આવતા ખેડૂતોમાં ખૂબ જ આક્રોશ છે ચાલુ વર્ષે સતત વરસાદથી ખેતીના પાકો બબ્બે વખત વાવવા છતાં ઘણા ખેડૂતોને પાક ઉઘેલો નથી જેથી ખેડૂતોને પડતા પર પાટુ સમાન રાસાયણિક ખાતરમાં ભાવ વધવાથી ખેડૂતોનું બજેટ ખોરવાયેલ છે જેના અનુસંધાનમાં આજે ખેડબ્રહ્માએ માર્કેટયાર્ડ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી શામળ ભાઈ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં એપીએમસીના ચેરમેન શ્રી હીરાભાઈ તાલુકા પ્રમુખશ્રી જશુભાઈ મંત્રી શ્રી અરવિંદભાઈ કોષ અધ્યક્ષ શ્રી રેવાભાઇ અને પૂર્વ મંત્રી શ્રી દિનેશભાઈ તેમજ સજીવ ખેતી પ્રમુખ શ્રી રવજીભાઈ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી મામલતદાર કચેરીએ શ્રી પરેશભાઈ રેવન્યુ સર્કલને આવેદનપત્ર પાઠવેલ હતું




