AHAVADANG

આજે ડાંગ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ઉત્સાહભેર ઉજવણી થશે…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ભગવાન બિરસા મુંડાના જીવન, તેમના આદર્શો અને આદિવાસી સમાજના હિતમાં કરેલા સંઘર્ષમય કાર્યોની સ્મૃતિરૂપે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ઉજવણી તા. ૯ ઓગસ્ટના રોજ શનિવારે સવારે ૧૦ કલાકે સંપૂર્ણ આદિવાસી એવા ડાંગ જિલ્લામાં આદિવાસી સાંસ્કૃતિક ભવન ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકના અધ્યક્ષસ્થાને ઉત્સાહભેર કરવામાં આવશે. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ, શિક્ષણ, સ્વાભિમાન અને પરંપરા જાળવણી માટે ભગવાન બિરસામુંડાએ આપેલી પ્રેરણાના ઉત્સવરૂપે તેમની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ઉજવણી ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધામધૂમપૂર્વક કરવામાં આવશે. આ પ્રસંગે આદિવાસી લાભાર્થીઓની વિવિધ યોજનાકીય લાભો આપવામાં આવશે. આ સાથે આદિવાસી બાંધવોના ઉત્થાન માટે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો હાથ ધરાશે. આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મલાબેન એસ. ગાઈનની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ ઉજવણીમાં ડાંગ જિલ્લા અને તાલુકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, સામાજિક આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સહભાગી બનશે. ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની જિલ્લા કક્ષાની આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ડાંગ જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજને ઉપસ્થિત રહેવા ડાંગ-આહવા કલેકટર સુશ્રી શાલિની દુહાન અને ડાંગ-આહવાના પ્રાયોજના વહીવટદાર  આનંદ એ.પાટીલ (આઈ.એ.એસ.) દ્વારા જણાવાયુ છે.

Back to top button
error: Content is protected !!