Rajkot: રાજકોટના વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને દિવ્યાંગોની સુવિધા માટે છ વ્હીલચેર અર્પણ

તા.૮/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વહીવટી તંત્રની કચેરીઓમાં રેમ્પ સહિતની વ્યવસ્થા બદલ ક્લેક્ટરશ્રીનો આભાર માનતું ટ્રસ્ટ
Rajkot: રાજકોટના વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને દિવ્યાંગોજનોની સુવિધા માટે છ વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે સવારે કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશને ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજુભાઈ કાકડિયા સહિતના મહાનુભાવોએ છ વ્હીલચેર અર્પણ કરી હતી. આ તકે કલેક્ટરશ્રીએ દિવ્યાંગજનોને મદદરૂપ થવાની ટ્રસ્ટની ભાવના અને કામગીરીને બિરદાવી હતી.
ટ્રસ્ટે જિલ્લા વહીવટી તંત્રની વિવિધ કચેરીઓમાં દિવ્યાંગો માટે રેમ્પ, હેન્ડરેલ સહિતની વિવિધ સુવિધા ઉપલબ્ધ કરવા માટે કલેક્ટરશ્રીનો આભાર માન્યો હતો.
ટ્રસ્ટ દ્વારા અર્પણ કરાયેલી છ વ્હીલચેર રાજકોટ શહેર પ્રાંત-૧ અધિકારીની કચેરી, પ્રાંત-૨ કચેરી, ગ્રામ્ય પ્રાંત કચેરી ઉપરાંત રાજકોટની તાલુકા, પૂર્વ તથા દક્ષિણ મામલતદાર કચેરીએ આવતા દિવ્યાંગજનોની સુવિધા માટે રાખવામાં આવશે. આ તકે નિવાસી અધિક ક્લેક્ટરશ્રી એ. કે. ગૌતમ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી સંતોષ રાઠોડ વગેરે સાથે જોડાયા હતા.






