GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટના બાલભવન ખાતે સર્જનાત્મકતા સાથે “હર ઘર તિરંગા અભિયાન”ની અનોખી ઉજવણી

તા.૮/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત જિલ્લા યુવા વિકાસ અધિકારી, રાજકોટ દ્વારા બાલભવન ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન અન્વયે સર્જનાત્મક કામગીરી, સ્વચ્છતા અભિયાન અને વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં અંદાજિત ૨૦ જેટલી શાળાઓનાં ૧૧૦ જેટલા બાળકોએ પોતાની કલા અને કલ્પનાશક્તિનો ઉપયોગ કરીને સુંદર કૃતિઓ તૈયાર કરી હતી. આ સ્પર્ધા થકી બાળકોમાં રાષ્ટ્રભક્તિની સાથોસાથ પર્યાવરણ બચાવવાનો સંદેશ દ્રઢ બનાવવાનો પ્રયાસ કરાયો હતો. આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિતેશભાઈ દિહોરા તથા અન્ય વિભાગના અધિકારીઓ અને શાળાના આચાર્યો, શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.







