
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા ના ધુણાઇ રૉડ પર નીલકંઠ સોસાયટી પાસે ભૂગર્ભ ગટરની કામગીરી માં પોલમપોલ…!! : વિકાસ ગાંડો થયો હોય તેવો ઘાટ, શું કામગીરીમાં લાકડા વપરાય…? ઠેર ઠેર કામગીરી પર સવાલો
સરકાર વિકાસ લક્ષી કામો માટે કરોડો થી લાખો રૂપિયા ની ગ્રાન્ટ ફાળવે છે છતાં વિકાસના કામોમાં માં લોલમ લોલ જોવા મળે છે જેનું મુખ્ય કારણે ટકાવારી હોઈ શકે છે કેમ કે આજના સમયમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં ટકાવારી ના લેવાતી હોય સર્વત્ર આ જોવા મળે છે તેવો ઘાટ છે. જેના કારણે કોન્ટ્રાકટરો કટકી કરતા હોય તેવું લાગી રહ્યું છે. આજે એક એવા કામનો વિડિઓ સામે આવ્યો કે તમે જોઈને દંગ પામી જશો
વાત છે મોડાસા શહેરની જ્યાં કેટલાય સમયથી થી વિવિધ વિસ્તારમાં રોડ અને ગટર લાઈન ના કામો થઇ રહ્યાં છે જે નગરપાલિકા દ્વારા થઇ રહ્યા છે જ્યાં મોડાસાના ધુણાઇ રૉડ પર નીલકંઠ સોસાયટી પાસે રસ્તા પરની ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થતા જ એક ડમ્પર રસ્તા પર ફસાયું એ પણ જ્યાં ગટર ની કામગીરી થઇ હતી અને જેના કારણે ભૂગર્ભ ગટર લાઈન ના કામગીરીની પોલ બહાર આવી તેવો ઘાટ છે કારણે આવું દ્રશ્યો માં જોઇ શકાય છે જ્યા ગટર લઈનમાં લોખન્ડના સળિયા કરતા લાકડાં વધુ જોવા મળે છે શું… આ કામમાં ભ્રષ્ટાચાર તો નથી થયો…? જેને લઇ કામગીરી પર સવાલો ઉભા થયા છે.શહેરી વિસ્તારમાં કામગીરી માટે લાખો રૂપિયા ફરવાય છે પણ અહીં કામમાં વેઠ જ જોવા મળે છે કારણ કે કામોનો વિકાસ નહિ પણ કોન્ટ્રાકટરો નો વિકાસ અવશ્ય થતો હોય તેવું લાગી રહ્યું. આ કામ જોઈને જવાદાર તંત્ર યોગ્ય તપાસ કરાવે તો જ સાચું સત્ય બહાર આવી શકે પરંતુ અહીં વિશ્વાસ કરવો તો કોનો કરવો…? કેમ કે કામોના બીલો પાસ કરાવવામાં ટકાવારી તો નહિ નડે ને..?







