
રાજપીપળા જિલ્લા જેલ ખાતે બંદિવાનો દ્વારા આદિવાસી નૃત્ય સાથે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરાઈ
રાજપીપળા : જુનેદ ખત્રી
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી નિમિત્તે રાજપીપળા જિલ્લા જેલ ખાતે જેલ અધિક્ષક એમ.એન. જાડેજાની ઉપસ્થિતિમાં બંદિવાનો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન, જેલના બંદિવાનોએ આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા ઉત્સાહ અને હર્ષોલ્લાસથી પરંપરાગત આદિવાસી (ટીમલી) નૃત્ય પ્રસ્તુત કર્યું હતું.
જેલ અધિક્ષકએ આ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાની મહાનાયક ભગવાન બિરસા મુંડાના જીવનપરિચય પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આદિવાસી પૃથ્વીના મૂળ રહેવાસી છે અને વન-પર્વતો સાથે સદીઓથી સુમેળમાં રહી ધરતીને સ્વર્ગ સમાન બનાવી છે તેમ કહ્યું હતું.



