Rajkot: જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી રાજકોટ ગ્રામ્ય દ્વારા દર વર્ષે કલા મહાકુંભનું આયોજન કરાયું

તા.૯/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી રાજકોટ ગ્રામ્ય દ્વારા દર વર્ષે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય બાળકો તથા યુવાનોની અંદર રહેલી કલાઓને પારખવાની સાથે આપણી સંસ્કૃતિને ઉજાગર રાખવા વાનો છે.
આ ઉદેશ્યને ધ્યાનમાં રાખી દર વર્ષે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં લોધિકા તાલુકાકક્ષા કલામહાકુંભનું આયોજન રાજકોટની સર્વોદય સ્કૂલમાં કરવામાં આવ્યુ હતું .જેમાં વિવિધ સરકારી અને પ્રાઇવેટ શાળાઓએ ભાગ લીધો હતો .આ સ્પર્ધાઓ અંતર્ગત લોધિકા તાલુકાની શ્રી રાતૈયા પ્રાથમિક શાળાના કુલ 7 વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો ,જે અંતર્ગત હાર્મોનિયમ સ્પર્ધામાં લકી રાજ દેવેન્દ્રસિંહ જાડેજાએ -પ્રથમ નંબર, એક પાત્રીય અભિનયમાં જેન્સી નવઘણભાઈ ટારીયા- પ્રથમ નંબર ,વકૃત્વ સ્પર્ધામાં પ્રિયંકા મહેશભાઈ ટારીયા – તૃતીય નંબર મેળવી રાતૈયા પ્રાથમિક શાળા તથા રાતૈયા ગામનું ગૌરવ વધારેલ છે. આ વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ ભાગ લેશે અને ત્યાં પણ જ્વલન્ત સફળતા પ્રાપ્ત કરે તેવી તમામ વિદ્યાર્થીઓ તથા તેના માર્ગદર્શક શિક્ષક કવિતાબેન ભટાસણાને શાળા પરિવાર ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે.




