Gondal: ગોંડલમાં મોંઘીબા કન્યા તાલુકા શાળા ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન અન્વયે વિવિધ પ્રવૃતિઓ યોજાઈ

તા.૯/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
દેશભક્તિ ગીતો પર નૃત્ય અને પેપર આર્ટ થકી દેશપ્રેમ ઉજાગર કરતી વિદ્યાર્થીનીઓ
Rajkot, Gondal: દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી રૂપે ‘હર ઘર તિરંગા’ અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં દેશભાવના ઉજાગર કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે ગોંડલ નગરપાલિકા દ્વારા મોંઘીબા કન્યા તાલુકા શાળા નંબર ૦૩ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો, પેપર આર્ટ અને રંગોળી સ્પર્ધા યોજાઈ હતી.
આ પ્રસંગે વિદ્યાર્થીનીઓએ દેશભક્તિના ગીતો પર સુંદર નૃત્ય પ્રસ્તુત કર્યા હતા અને સૌના હૃદયમાં દેશપ્રેમ જગાવ્યો હતો. ઉપરાંત, પેપર આર્ટ પ્રદર્શનમાં કન્યાઓએ કાગળમાંથી વિવિધ કલાકૃતિઓ બનાવીને, તેમની સર્જનાત્મકતાનો પરિચય આપ્યો હતો. તેમજ રંગોળી સ્પર્ધામાં પણ વિદ્યાર્થીનીઓએ ત્રિરંગાની થીમ પર મનમોહક રંગોળીઓ બનાવીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે બદલ શાળા સંચાલકોએ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા.





