
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર પોલીસ દ્વારા આજરોજ શિનોર તાલુકાના સેગવા મુકામે આવેલ પટેલ વાડી ખાતે વડોદરા ગ્રામ્ય SP રોહન આનંદ નાઓની અધ્યક્ષતામાં સરપંચ પરિસંવાદ કાર્યક્રમ આયોજિત કરાયો હતો.
જેમાં સાયબર, ક્રાઈમ માર્ગ સલામતી અવેરનેસ,ગામમાં CCTV કેમેરા લગાડવવા જેવા વિષયો સાથે તેરા તુજકો અર્પણ સહિતની ખૂબ અગત્ય ની માહિતી આપવામાં આવી હતી.
ત્યારબાદ શિનોર તાલુકાના તમામ ગામોના પ્રશ્નો ને લઈને સરપંચો સાથે પ્રશ્નોતરી કરાઈ હતી.આ કાર્યક્રમમાં ડભોઇ DYSP એ.એમ.પટેલ,શિનોર PI બી.એન.ગોહિલ,PSI મકવાણા સાહેબ તેમજ સમગ્ર શિનોર પોલીસ સ્ટાફ તેમજ શિનોર તાલુકાના સરપંચો,ડેપ્યુટી સરપંચો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
જ્યારે વડોદરા જિલ્લા SP દ્વારા શિનોર તાલુકાના તમામ સરપંચો ને પોલીસ ના સંપર્ક માં રહેવા જણાવ્યું હતું.




