રક્ષાબંધનની ઉજવણી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા રબારણતા અમીરગઢ બકાં

11 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
રબારણ, અમીરગઢ ખાતે રક્ષાબંધનની અહીંની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા રબારણમાં તાજેતરમાં રક્ષાબંધનનો તહેવાર આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. શાળાના ઈન્ચાર્જ આચાર્ય શ્રી કિરણભાઈ દરજીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉજવણીમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીનીઓએ પોતાના વર્ગના ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધનના પવિત્ર સંબંધની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ઈન્ચાર્જ આચાર્ય શ્રી કિરણભાઈ અને શિક્ષક મિત્રોએ રક્ષાબંધન પર્વના મહત્વ વિશે વાત કરી હતી અને ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને રક્ષણના બંધનને સમજાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને તહેવારો પ્રત્યે આદર અને જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સફળતાપૂર્વક થયું અને વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ માણ્યો હતો.




