હાલોલ વી.એમ.શાહ અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં જિલ્લા કક્ષા યોગાસન કોમ્પિટિશન યોજાઇ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૮.૨૦૨૫
હાલોલ ની ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં પંચમહાલ જિલ્લા કક્ષા યોગાસન કોમ્પિટિશન 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ પ્રાથમિક વિભાગ ધો-૬ થી ૮ ના કુલ-૩૦ વિદ્યાર્થીઓ એ વિવિધ ૪ જેટલી અલગ-અલગ સ્પર્ધા(ઇવેન્ટ) માં ભાગ લીધો હતો જેમાં “ફોરવર્ડ બેન્ડ” સ્પર્ધા ધો-૬ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પાઠક ગાયત્રીબેન જીતેન્દ્રભાઈ પ્રથમ નંબર,બારોટ ખુશાલ દિનેશભાઇ પ્રથમ નંબર,નિનામાં ક્રિશ દિનેશભાઇ દ્વિતીય નંબર,ધો-૭ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પરમાર મિતરાજ સુશીલભાઈ તૃતીય નંબર જ્યારે “બેક બેન્ડ સ્પર્ધા” ધો-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સોલંકી અમિતકુમાર રાકેશભાઈ દ્વિતીય નંબર અને “ટ્રેડિશનલ યોગાસન સ્પર્ધા” માં ધો-૮ માં અભ્યાસ કરતા રાણા મિત વિજયકુમાર દ્વિતીય નંબર સાથે ગોલ્ડ,સિલ્વર,અને બ્રોન્ઝ મેડલ મેળવી વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ પ્રાથમિક વિભાગ શાળા ના કુલ-૬ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા નું નામ દિપાવ્યું હતું તે બદલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ પ્રાથમિક વિભાગ શાળા ના આચાર્ય હર્ષાબેન શુક્લ,અંગ્રેજી મીડિયમના આચાર્ય રજનીકાંત ધમલ અને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન સાથે આ યોગ કોમ્પિટિશન માટે આ વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન પૂરું પાડનાર શાળા ના યોગ શિક્ષક બોસ્કીબેન પટેલ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી આ દરેક વિદ્યાર્થીઓ ટુક સમય માં પોતાની પ્રતિભા સાથે શાળા નું નામ દીપાવવા ઝોન કક્ષા અને રાજ્ય કક્ષા તરફ પ્રયાણ કરશે તેમ જાણવા મળ્યું હતુ.











