BANASKANTHATHARAD
મહાવીર ગ્રુપ થરાદ દ્વારા ભોરડુ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ
મહાવીર ગ્રુપ થરાદ દ્વારા ઘણાબધા સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેમાં આ બીજીવાર બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ વખત ગયા વર્ષે નાનોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો અને આ વખતે થરાદ ના ભોરડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪૦ બોટલ બ્લડ એકત્રિત થયું હતું વિશેષમાં આ કાર્યક્રમમાં ૧૪ લોકોએ પ્રથમ વખત રક્તદાન કર્યું હતું અને કે વી પટેલ પડાદરએ ૧૦૫ મી વખત રક્તદાન કર્યું હતું આ કેમ્પમાં થરાદ આરોગ્ય અધિકારી એચ વી જેપાલ, મેડિકલ ઓફિસર હિરજીભાઈ ચૌધરી, મહાવીર ગ્રુપના પ્રમુખ રાજેશભાઈ જોશી સહિત ઉપસ્થિત રહ્યા હતા.



