
તસ્વીર: કુંજન પાટણવાડીયા
આજ રોજ ઉમરેઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન રાકેશભાઈ તથા મૂળરાજસિંહ ને બાતમી મળેલ હતી કે સુંદલપુરા સુથારિયા વિસ્તાર નજીક કેટલાક ઇસમો જાહેરમાં પાના પત્તાનો હારજીતનો જુગાર રમી રમાડે છે જેથી બાતમીવાળી જગ્યાએ પોલીસ જવાનો જઈને રેડ કરતા કુલ પાંચ ઈસમો જાહેરમાં પાના પત્તાનો હારજીતનો જુગાર રમી રમાડતા પકડી તેઓ પાસેથી કુલ રૂ.૨૧૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસ સ્ટેશન લાવીને જુગાર ધારા કલમ ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.





