GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વલસાડ જિલ્લાના કપરાડા પોલીસ સ્ટેશનમાં ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી વાંકાનેરથી ઝડપાયો

WAKANER:વલસાડ જિલ્લાના કપરાડા પોલીસ સ્ટેશનમાં ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી વાંકાનેરથી ઝડપાયો
વાંકાનેર : વલસાડ જિલ્લાના કપરાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી મનસુખભાઈ ટીડાભાઈ જાદવને વાંકાનેર તાલુકા પોલીસે કોઠી ગામમાંથી દબોચી લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે વલસાડના કપરાડા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૧૧૨૦૦૦૨૭૨૪૧૨૮૫/૨૦૨૪૭ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧ (ક,ધ,ચ.છ.ઝડ) તથા એમ.વી. એક્ટ કલમ ૧૯૨ અને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ૧૯૫૪ સને ર૦૧૧ અને ર૦૦૭ ના સુધારા સાથેની કલમ પ વિગેરે મુજબના ગુનામાં વોન્ટેડ મનસુખભાઈ જાદવને તેમના વતન કોઠી ગામેથી ઝડપી લીધો હતો.આરોપીને હસ્તગત કરી કપરાડા પોલીસ સ્ટેશનને જાણ કરાય છે.








