શેઠ શ્રી ટી.પી.હાઈસ્કૂલ માલણમાં “ તિરંગા યાત્રા” યોજાઈ

12 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શેઠ શ્રી ટી.પી.હાઈસ્કૂલ માલણમાં “ તિરંગા યાત્રા” યોજાઈ.શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણ અને માલણ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સરકારશ્રી અને જીલ્લા શિક્ષણાધિકારીશ્રી, બનાસકાંઠા પ્રેરીત તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્યશ્રી, તમામ સ્ટાફ અને શાળાના ૭૦૦ વિદ્યાર્થીઓ તેમજ એન.એસ.એસ.નાં સ્વયંસેવકો અને માલણ પાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. જેમાં ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, કારોબારી સભ્યો, રાજકીય તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. તમામ બાળકોને માલણ ગ્રામ પંચાયત દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા સાથે નીકળેલી આ રેલી દેશભક્તિનાં રંગે રંગાઈ હતી. તિરંગા યાત્રામાં સમગ્ર ગામમાં ફરી હતી. સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ જામ્યો હતો. રેલીમાં પ્રાથમિક શાળાના બાળકો પણ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન એન.એસ.એસના પ્રોગ્રામ શ્રી એચ.એમ.પંચાલ કર્યું હતું. અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યશ્રી ડો. રાજેશ પ્રજાપતિએ તમામને અભિનંદન પાઠવ્યા હતા.





