ભારત વિકાસ પરિષદ થરાદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
રાષ્ટ્રીયતાના વિચારોને વરેલી ભારત વિકાસ પરિષદ થરાદ શાખા દ્વારા ક્રાંતિ મહિનામાં ગઈકાલે સાંજે હોટલ ડેઝર્ટ ખાતે રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં પ્રાથમિક માધ્યમિક અને કોલેજની ટોટલ 25 ટીમોએ ભાગ લીધો હતો તથા આ કાર્યક્રમમાં
મુખ્ય મહેમાન તરીકે સાંસદ સભ્ય શ્રી પરબત ભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ડીસાના ઈએનટી સર્જન ડો મનોજ અમીન સાહેબ તેમજ ખોરડા કોલેજ ના ડાયરેક્ટર મનન સુભાષભાઈ ત્રિવેદી, મોડેલ સ્કૂલના આચાર્ય ડો કરશનભાઈ પઢાર ઉપસ્થિત રહ્યા હતા તેમજ ડીડી રાજપૂત, અધ્યક્ષ સાહેબ ના કાર્યાલય ઇન્ચાર્જ હેમજીભાઇ પટેલ , અજય ભાઈ ઓઝા ,આઈ એમ એ પ્રેસિડેન્ટ શંકરભાઈ પરમાર તેમજ થરાદના જાણીતા લોકસાહિત્યકારો તેમજ લોકગાયકો દ્વારા દેશભક્તિના ગીતોની રમઝટ કરાવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં થરાદ નગરજનો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા એન્કરવિદ અને શિક્ષણ શાસ્ત્રી સંજયભાઈ ત્રિવેદી એ કર્યું હતું, સફળ કાર્યક્રમ રહેવા બદલ પ્રમુખ ડૉ હિતેન્દ્ર શ્રીમાળીએ તમામ સભ્યો તેમ જ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.




