GUJARATPANCHMAHALSHEHERA

કાંકણપુર પોલીસ સ્ટેશનમાં “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ ખોવાયેલા 5 મોબાઈલ માલિકોને પરત કરાયા

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

કાંકણપુર પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પાંચ ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા. પાંચ મોબાઈલની કુલ કિંમત ૭૭,૯૮૬/- રૂપિયા છે.

પંચમહાલ-ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના મુજબ જિલ્લામાં ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન શોધવા માટે CEIR પોર્ટલનો ઉપયોગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક એન.વી. પટેલના માર્ગદર્શન હેઠળ કાંકણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.એલ. કામોળે ટેકનિકલ માધ્યમથી સઘન તપાસ શરૂ કરી હતી.

આ કામગીરીના પરિણામે ગણતરીના દિવસોમાં જ પાંચ મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા. “સરપંચ-પોલીસ પરિસંવાદ કાર્યક્રમ” અને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમના ભાગરૂપે આ મોબાઈલ ફોન તેમના માલિકોને સુપરત કરવામાં આવ્યા.

Back to top button
error: Content is protected !!