
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તેની પ્રથમ કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ સભા સંઘના પ્રમુખ શૈલેષભાઈ કાજુભાઈ ગાવિતના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.જેમાં તાલુકાના વિવિધ કેન્દ્રોના કારોબારી સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.સંઘના ખજાનચી નિલેશભાઈ કાળુભાઈ પવારે ઉપસ્થિત તમામ સભ્યોનું પુષ્પગુચ્છ આપીને ભાવભર્યું સ્વાગત કર્યું હતુ.ત્યારબાદ, સંઘના મહામંત્રી યશસ્વીકુમાર સુરેશભાઈએ સમગ્ર કારોબારી સભાનું કુશળતાપૂર્વક સંચાલન કર્યું હતુ.આ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય નવા ચૂંટાયેલા હોદ્દેદારોને તેમની જવાબદારીઓ સોંપવાનો અને શિક્ષકોના હિતમાં કાર્ય કરવાની રણનીતિ ઘડવાનો હતો. સભા દરમિયાન, દરેક કેન્દ્રના કારોબારી સભ્યોને તેમના હોદ્દાની નિમણૂક કરવામાં આવી, જેથી સંઘનું કાર્ય વધુ સુવ્યવસ્થિત અને સંગઠિત રીતે ચાલી શકે.કારોબારી સભા બાદ, સંઘના તમામ હોદ્દેદારોએ ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ (SSA)ની સમગ્ર ટીમની શુભેચ્છા મુલાકાત લીધી હતી.આ બેઠક દરમિયાન, શિક્ષકોના વિવિધ પ્રશ્નો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.




