GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટના ‘શૌર્યનું સિંદૂર-લોકમેળા’માં પાંચ દિવસ સુધી જામશે સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત

તા.૧૨/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અઘોરી ગૃપ, અલ્પાબેન પટેલ, રૂજુ જાદવ ગૃપ, રાજદાન ગઢવી, અનિરુદ્ધ આહીરના મુખ્ય કાર્યક્રમો

લોકોના મનોરંજન માટે બપોરે ૩.૪૫થી લઈને રાતે ૧૦ સુધી વિવિધ કાર્યક્રમોની વણઝાર

Rajkot: લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં તા.૧૪થી ૧૮ ઓગસ્ટ સુધી ‘શૌર્યનું સિંદૂર-લોકમેળો-૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન લોકોના મનોરંજન માટે રોજ બપોરે ૩.૪૫થી લઈને રાતે ૧૦ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત જામશે. જેમાં અઘોરી ગ્રૂપ, અલ્પાબેન પટેલ, રાજદાન ગઢવી સહિતના જાણીતા કલાકારોના મુખ્ય કાર્યક્રમો યોજાશે.

લોકમેળામાં સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિને અનુરૂપ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૪મી ઓગસ્ટે રાજુભાઈ ગઢવીનો ડાયરો, ભારતીય હુડો રાસ મંડળ દ્વારા હુડો રાસ, નવધા ટ્રસ્ટ દ્વારા લોકનૃત્ય, બજરંગ યુવા મંડળ દ્વારા ડાંડિયા રાસ, ટિપ્પણી લોકનૃત્ય મંડળ દ્વારા ટિપ્પણી રાસ રજૂ થશે. સાંજે ૭.૩૦થી ૧૦ દરમિયાન અઘોરી ગ્રૂપ દ્વારા રોચક પ્રસ્તુતિ કરવામાં આવશે.

૧૫મી ઓગસ્ટે બપોરે ૩.૪૫થી સાંજે ૭ દરમિયાન વિવેક ઉપાધ્યાય તથા માલવ મારૂ દ્વારા ગુજરાતી ગીતોની કોન્સર્ટ, મધુરમ મ્યુઝિક ગૃપ દ્વારા તબલા-હાર્મોનિયમ, નટવરી ગૃપ દ્વારા ગણેશ વંદના, હર્ષાબેન ઠક્કર દ્વારા સેમિ ક્લાસિકલ, અરવિંદ રાવલ તથા પંકજ પ્રજાપતિ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા જીતેન વિઠલાણી ગૃપ દ્વારા ગરબો રજૂ કરવામાં આવશે. સાંજે ૭.૩૦થી અલ્પાબેન પટેલનો મુખ્ય કાર્યક્રમ રજૂ થશે.

૧૬મી ઓગસ્ટે બપોરે ૩.૪૫થી ૭ દરમિયાન રેખાબેન પરમાર ગૃપ દ્વારા ગુજરાતી ગીતો, રમેશભાઈ વ્યાસ દ્વારા ડાયરો, તુષાર મારુ દ્વારા પિયાનો, શીતલબેન અજાગિયા દ્વારા કીબોર્ડ, તીર્થ અજાગિયા દ્વારા ભજન, તાંડવ નૃત્ય એેકેડમી દ્વારા શિવ સ્તુતિ, જીજ્ઞેશ સુરાણી દ્વારા મિશ્ર રાસ, માલાબેન રાઠોડ ગૃપ દ્વારા સેમિ ક્લાસિકલ તથા પ્રજાપતિ ગૃપ દ્વારા સોલો ડાન્સની પ્રસ્તુતિ કરવામાં આવશે. જ્યારે સાંજે અમદાવાદનું રૂજુ જાદવ ગૃપ રંગત જમાવશે.

૧૭મી ઓગસ્ટે બપોરથી સાંજ સુધી મૌલિક વ્યાસ દ્વારા મેઘાણીનાં ગીતો, શ્યામ મકવાણા તથા અરવિંદ બગથરિયા દ્વારા દેશભક્તિ ગીતો, ક્રિષ્નાબેન સુરાણી દ્વારા નાગદમન, નામ બ્રહ્મ ગૃપ દ્વારા માખણચોરી, નીખીલભાઈ એન્ડ ગૃપ દ્વારા કૃષ્ણ લીલા, સ્પંદન ગૃપ દ્વારા રાજસ્થાની નૃત્ય તથા અરવિંદ રાવલ દ્વારા સોલો ડાન્સ રજૂ કરવામાં આવશે. સાંજે રાજદાન ગઢવી વિવિધ પ્રસ્તુતિઓ થકી રમઝટ બોલાવશે.

૧૮મી ઓગસ્ટે બપોર પછી સિનિયર સિટિઝન ગૃપ દ્વારા જૂના ગીતો, ભરતદાન ગઢવી દ્વારા ડાયરો, સ્વર સંગીત એકેડમી દ્વારા શિવસ્તુતિ, શંખનાદ એકેડમી દ્વારા સેમિ ક્લાસિકલ, વિરંચી બુચ ગૃપ દ્વારા અર્વાચીન ગરબો તથા શ્રી વૃંદ ગૃપ દ્વારા પ્રાચીન ગરબો રજૂ કરાશે. જ્યારે સાંજે કચ્છના અનિરુદ્ધ આહીરનો મુખ્ય કાર્યક્રમ યોજાશે.

Back to top button
error: Content is protected !!