
ફૈઝ ખત્રી.. શિનોર
વડોદરા જિલ્લા ના સિનોર તાલુકાના સાધલી ગામ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું..
સવારે અગિયાર વાગ્યે આ તિરંગા યાત્રા સ્કૂલના બાળકો તેમજ આગેવાનો સાથે ગુજરાતી સ્કૂલ થી નીકળી હતી પટેલવાળી થઈ મુખ્ય બજારમાં પહોંચી હતી.
જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુને પુષ્પ માળા અર્પણ કરી તિરંગા યાત્રા સંપન્ન કરાઈ હતી.
આ તિરંગા યાત્રામાં કરજણ.સિનોર.પોરના ધારાસભ્ય અક્ષય પટેલ.વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક ભાઈ પ્રજાપતિ. શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ. સાધલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મનિષાબેન પટેલ તેમજ ગ્રામજનો સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા.




