માલીવાડા ગામના 100 આગેવાનોની” ગામ વિકાસ સમિતિ” બનાવી જે ગામના વિકાસમાં માર્ગદર્શક બનશે:

અહેવાલ:- પ્રતિક ભોઈ
સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરવાની પ્રસંસનીય પહેલ…
માલીવાડા ગામના 100 આગેવાનોની” ગામ વિકાસ સમિતિ” બનાવી જે ગામના વિકાસમાં માર્ગદર્શક બનશે:
ગામના વિકાસ સહિત ગામમાં કોમી એકતા અને ભાઈ ચારો જળવાઈ રહે તે બાબતે સમિતિ કામ કરશે:
…
હિંમતનગર ને અડીને આવેલા માલીવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેમજ ગામના વિકાસમાં સૌ સાથે મળીને સહભાગી બને અને “સૌનો સાથ સૌનો વિકાસ ” સૂત્રને સાર્થક કરવા માટે ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા નવ નિયુક્ત સરપંચ અને સભ્યો દ્વારા ગામના 100 આગેવાનોની” ગામ વિકાસ સમિતિ”બનાવવામાં આવી છે જે ગામના વિકાસમાં માર્ગદર્શક બનશે માલીવાડા ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલ નવનિયુક્ત મહિલા સરપંચ ચંદ્રિકાબેન વિજયસિંહ વણઝારા ના અધ્યક્ષ સ્થાને અને સભ્યો અને આગેવાનો ભાજપના અગ્રણી અને ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડના પૂર્વ ડિરેક્ટર વિજયસિંહ એફ.વણઝારા, ઉપ સરપંચ સલીમભાઈ કણીયા, પંચાયત સભ્ય પારૂલબેન મકવાણા , વિશાલભાઈ, ગીતાબેન, સકુરભાઈ કણિયા , મુસ્તકભાઈ સંઘાણી,મોહસીન બાવન , પ્રવિણભાઇ વગેરે ની ઉપસ્થિતમા જુદા જુદા સમાજના ગામ આગેવાનો ની બેઠક મળી હતી જેમાં બધાજ વિસ્તારો અને સમાજના આગેવાનો કોઈ પણ ભેદભાવ વગર 100 કરતા વધુ આગેવાનો ની ” ગામ વિકાસ સમિતી” બનાવવામા આવી જેમા અલગ અલગ કામની જે કામમા જેને અનુભવ હોય તેવા આગેવાનોને જવાબદારી આપવામાં આવી જેવી કે શિક્ષણ સમિતી,પાણી , ગટર સમિતી,સામાજિક સમરસતા સમિતી,આરોગ્ય સમિતી,લાઇટ સમિતી,વસુલાત સમિતી,ગામવિકાસ ડેવલોપમેન્ટ મુખ્ય કારોબારી સમિતી જેવી વિવિઘ સમિતિઓની જવાબદારી આગેવાનોને સોંપવામાં આવી છે
ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસ માટે ગામના આગેવાનોને પણ સહભાગી બનાવવાના આ પગલાની સરાહના થઈ રહી છે ત્યારે અન્ય ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો દ્વારા પણ સૌનો સાથ સૌના વિકાસ માટે ગામ આગેવાની સમિતિ બનાવીને અનુભવી ગામ આગેવાનોનુ માર્ગદર્શન લેવામાં આવે તો ગામનો સારો વિકાસ થઈ શકે
…..


