MORBI:મોરબીના મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણી માટે બાકી રહેતી રકમ જમા કરાવવા અનુરોધ કરવામાં આવ્યો

MORBI:મોરબીના મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણી માટે બાકી રહેતી રકમ જમા કરાવવા અનુરોધ કરવામાં આવ્યો
સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અન્વયે લીલાપરના સર્વે નંબર ૧૧૧૬ ની જમીનમાં ૪૦૦ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે આવાસ યોજનાના ૪૦૦ આવાસો માટે તા. ૩૦-૦૧-૨૦૧૭ ના રોજ કોમ્પ્યુટર આધારિત ડ્રો કરીને ૪૦૦ લાભાર્થીઓની યાદી આખરી કરવામાં આવેલ છે
ડ્રો યાદીમાં સફળ થયેલ લાભાર્થીઓ પૈકી જે લાભાર્થીઓ દ્વારા એક આવાસની લાભાર્થી ફાળા પેટેની નિયત થયેલ રકમ રૂ ૫૧,૦૦૦ મોરબી મહાનગરપાલિકામાં જમા કરાવેલ નથી અથવા તો પાર્ટ પેમેન્ટ જમા કરાવેલ છે તેવા તમામ લાભાર્થીઓને જાણ કરવામાં આવે છે કે તા. ૩૧-૦૮-૨૦૨૫ સુધીમાં બાકી રહેતી પુરેપુરી રકમ અથવા તો હપ્તેથી મોરબી મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં સંપર્ક કરીને જમા કરાવી આપના આવાસનો કબજો સાંભળી લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે










