
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
વલંડી ગામે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથા આજે પરમ પૂજ્ય બાપુના પવિત્ર વચનામૃત સાથે વિશ્રામ તરફ પહોંચી. બાપુએ કથામાં કૃષ્ણ અને સુદામાની અખૂટ મિત્રતાનો સંવેદનશીલ વર્ણન કરતા જણાવ્યું કે —
“સાચો મિત્ર એ છે, જે સુખ–દુઃખના દરેક ક્ષણે સાથ આપે. મિત્ર એટલે પ્રેમ, લાગણી અને સારા ભાવનો સંગમ.”
બાપુએ સમજાવ્યું કે સુદામા ચાર મુઠ્ઠી પૌવા લઈને કૃષ્ણને મળવા ગયા. પહેલી મુઠ્ઠી — ધર્મ, બીજી — અર્થ, ત્રીજી — કામ અને ચોથી — મોક્ષનું પ્રતિક. ધર્મ વિના વિકાસ શક્ય નથી, અર્થ પછી કામ અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. ભાગવત કથા મનુષ્યને ભય અને મોહમાંથી મુક્ત કરે છે તેના સાક્ષી રાજા પરીક્ષિત છે.કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના આગેવાનો, સંતો–મહંતો ઉપસ્થિત રહ્યા. મુખ્ય ભાગવત સમિતિએ પૂજ્ય બાપુનો આભાર વ્યક્ત કર્યો. આભાર વિધિ આર. કે. પટેલે કરી.સાત દિવસની કથાના યજમાનોમાં ઉકળભાઈ પટેલ, હરેશભાઈ પટેલ, હરિભાઈ પટેલ વગેરેનો સમાવેશ થાય છે. કથા સફળ બનાવવા આર. કે. પટેલ, રમણભાઈ ચીમનભાઈ, વલંડી રામાપીર મંદિરના પૂજારી પ્રદીપભાઈ, વાકલના સરપંચ, ઓજાર ગામના સરપંચ, વલંડીના સરપંચ, યુવાનો, બહેનો અને મહિલા મંડળોએ સેવા આપી.અંતે ધરમપુરના ધર્મગુરુ પ્રતીક જોશી મહારાજે આભાર વિધિ પૂર્ણ કરી.


