ભારતના નિર્માણ માટે દેશવાસીઓ જાગૃત્ત બને એ તિરંગાયાત્રાનો ઉદ્દેશ…
વિનય વિદ્યા મંદિરથી પ્રમુખ અણદાભાઈ પટેલની આગેવાનીમાં તિરંગાયાત્રા નીકળી..

ભારતના નિર્માણ માટે દેશવાસીઓ જાગૃત્ત બને એ તિરંગાયાત્રાનો ઉદ્દેશ…
વિનય વિદ્યા મંદિરથી પ્રમુખ અણદાભાઈ પટેલની આગેવાનીમાં તિરંગાયાત્રા નીકળી..
૭૯ માં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા કા ઉત્સવ,સ્વચ્છતા કે સંગની થીમ સાથે વિનય વિદ્યા મંદિર થરાના પ્રમુખ અણદાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ઉપપ્રમુખ કરશનભાઈ પટેલ,મંત્રી માનસુંગભાઈ પટેલ,ઉત્સાહી આચાર્ય હરેશભાઈ એસ. ચૌધરી,અનુભા કે.વાઘેલા, કુરાભાઈ ચૌધરી,રમેશભાઈ ચૌધરી, સવરમભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વિનય વિદ્યા મંદિર થરાના પટાંગણેથી ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી.વંદે માતરમ, ભારત માતાની જય ના નારા સાથે દેશ ભક્તિમય માહોલ વચ્ચે તિરંગા યાત્રા થરા નગરમાં ફરી હતી. પ્રમુખે જણાવ્યું હતું કે, લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે એ હેતુ થી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશ માં તિરંગાયાત્રા યોજાઈ રહી છે. તિરંગા પ્રત્યે સન્માન અને રાષ્ટ્ર પ્રેમની ભાવના ઉજાગર થઈ રહી છે.સાથોસાથ સ્વચ્છ ભારતના નિર્માણ માટે પ્રત્યેક દેશવાસી જાગૃત્ત બને એ પણ તિરંગા યાત્રાનો ઉદ્દેશ છે. તિરંગાયાત્રામાં શાળાના શિક્ષક નાથાભાઈ ચૌધરી,પી.ટી.શિક્ષક માનસુંગભાઈ ચૌધરી (એમ.વી. પટેલ),ભરતભાઈ જીવાભાઈ લીંબાચિયા,બળવંતભાઈ, જીતુભાઈ પ્રજાપતિ,યોગ કોચ નરેશભાઈ કાપડી સહીત શિક્ષકો અને વિધાર્થી ભાઈઓ-બહેનો જોડાઈ ને ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530





