BHARUCHNETRANG

દેશભક્તિના રંગમાં રંગાયું નેત્રંગ : ભવ્ય તિરંગા યાત્રામાં જોવા મળ્યો નેત્રંગવાસીઓનો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

નેત્રંગ : હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા : સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ” અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજ રોજ નેત્રંગ તાલુકા વહીવટીતંત્ર દ્નારા નેત્રંગ ખાતે તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા દેશભક્તિના જુસ્સા અને તિરંગાના માન-સન્માન સાથે યોજાઈ હતી. આ વર્ષની થીમ “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાલુકા વાસીઓ ઉમંગભેર જોડાઈને દેશભક્તિ અને સ્વચ્છતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

 

ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા, નેત્રંગ મામલતદાર રીતેશભાઇ કોંકણી, તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન મનોજભાઈ વસાવા, ઝઘડીયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર, નેત્રંગ પોલીસ ઇન્સ્પેકટર આર.સી.વસાવા, અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ. એન.સિંઘ, તાલુકા શિક્ષણ અધિકારી પુષ્પેન્દ્રસિંહ ગોથાણા, એમ.એમ.ભક્ત હાઇસ્કુલના આચાર્ય આર.એલ.વસાવા સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઇસ્કુલ ખાતે થી તિરંગા યાત્રાને રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. ભરૂચ તાલુકા વાસીઓએ અદભૂત જોશ અને અનેરા ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી. આ યાત્રા શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઇસ્કુલ થી પ્રસ્થાન કરી નેત્રંગ મામલતદાર કચેરી થી પરત થઈ હાઇસ્કુલ ખાતે સંપન્ન થઈ હતી. આ તિરંગા યાત્રામાં શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઇસ્કુલના વિધાર્થીઓ તેમજ શાળા પરિવાર અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓ અને કોલેજ પરિવાર, માધવ વિદ્યાપીઠ કાકડકુઇના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!