JUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢમાં બહાઉદ્દીન સરકારી વિનિમય કોલેજ દ્વારા દેશભક્તિ ગીત સ્પર્ધા અને નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

જૂનાગઢમાં બહાઉદ્દીન સરકારી વિનિમય કોલેજ દ્વારા દેશભક્તિ ગીત સ્પર્ધા અને નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : શહેર સહિત જિલ્લામાં આગામી સ્વતંત્રતા પર્વને અનુલક્ષીને અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે બહાઉદીન સરકારી વિનિમય કોલેજ જૂનાગઢ દ્વારા તાજેતરમાં દેશભક્તિ આધારિત ગીત સ્પર્ધા અને નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના મધ્યસ્થ ખંડમાં યોજાયેલ આ કાર્યક્રમમાં કુલ ૧૧ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવિક ચાવડાએ કર્યું હતું.
તેમજ નિર્ણાયક તરીકે પ્રાધ્યાપકો ડો.જાગૃતિ વ્યાસ, ગૌરાંગ જાની, કાજલ નકુમ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. આ સ્પર્ધાને અંતે પ્રથમ ક્રમણક પર ગીગા નાકરાણી, દ્વિતીય ક્રમાંક પર કિશન કેરવા અને તૃતીય ક્રમાંક પર પ્રીતિ મોરી વિજેતા બન્યા હતા. સ્પર્ધાને અંતે કોલેજના આચાર્ય ડો.જે.આર.વાંઝાએ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને બિરદાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ થકી કોલેજ અને વિદ્યાર્થીઓ દેશભક્તિના માહોલમાં રંગાયા હતા. તેમ આચાર્ય, બહાઉદ્દીન સરકારી વિનિમય કોલેજ, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!