BHARUCHGUJARATJHAGADIYA

જય આદિવાસી મહાસંઘ ઝઘડિયા દ્વારા આદિવાસી વિસ્તારોના ૨૭ જેટલી રજૂઆતો ને લઈ ઝઘડિયા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું 

જય આદિવાસી મહાસંઘ ઝઘડિયા દ્વારા આદિવાસી વિસ્તારોના ૨૭ જેટલી રજૂઆતો ને લઈ ઝઘડિયા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

આઝાદીના આટલા વર્ષો બાદ પણ ઝઘડિયા તાલુકાના આદિવાસી વિસ્તારો રોડ રસ્તા પાણીની સુવિધાઓથી વંચિત હોય તેને પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી

 

જાંબોલી અને પીપળીપાન પ્રાથમિક શાળામાં એક જ શિક્ષક દ્વારા એક થી પાંચ ના વર્ગ ચલાવતા હોય વધુ શિક્ષકની માંગણી કરવામાં આવી

 

ઝઘડિયા તાલુકાના જય આદિવાસી મહાસંધ દ્વારા ઝઘડિયા તાલુકાના આદિવાસી વિસ્તારોના ગામડાઓમાં રોડ રસ્તા પાણી વીજળી વગેરેની નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સંઘના પ્રમુખ મનુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને ઝઘડિયાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, આવેદનપત્રમાં તેમણે ઝઘડિયા તાલુકામાં આવેલ તમામ ફોરેસ્ટ વિલેજના ગામોને તાત્કાલિક ધોરણે રેવન્યુમાં ફેરવવામાં આવે તેવી માંગણી કરી છે, વન અધિકાર કાયદો ૨૦૦૬ મુજબ સામુહિક દાવા અરજીઓ કરેલ છે જેમાં ડીએલસી તરફથી ફક્ત બે થી ત્રણ જ અધિકારો મંજૂર કરેલ છે જેમાં બાકીના અધિકારો મંજુર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે, વન અધિકાર કાયદો ૨૦૦૬ મુજબ વ્યક્તિગત દાવા અરજીઓ કરવામાં આવેલ છે અને આ દાવાઓનું ક્ષેત્રફળ પૈસા કાનુન ૧૯૯૬ મુજબ ગ્રામસભા યોજી ગ્રામસભાની માંગણી મુજબનું ક્ષેત્રફળ મંજૂર કરેલ છે પરંતુ ડીએલસી તરફથી જે પણ દાવાઓ મંજૂર કરેલ છે તે એકદમ ઓછા ક્ષેત્રફળ મંજૂર કરી આદેશપત્ર આપેલ છે અને તાત્કાલિક ગ્રામસભાના મંજુર ક્ષેત્રફળ પ્રમાણે જમીન મંજૂર કરવામાં આવે તેવી માંગણી કરી છે, ડેબાર ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આવેલ છે તેમાં ૧૭૫ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે ૧૫ થી ૨૦ કિલોમીટર અપડાઉન કરે છે જેમાં વિદ્યાર્થીઓનો સમય બગડે છે સલામતી બાબતે જોખમ છે તેથી સ્થાનિક લેવલે છોકરા અને છોકરીઓ માટે અલગ હોસ્ટેલની સુવિધા ઉભી કરવા માંગણી કરી છે,‌ તાલુકામાં આવેલી તમામ પ્રાથમિક શાળામાં એસએમસી બનાવેલ છે તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં એસએમડીસી બનાવેલ છે જેમાં સરકાર તરફથી આપવામાં આવતી ફંડ ની વિગત તેમ જ આ ફંડ ક્યાં ક્યાં વાપરવામાં આવ્યું એ જાહેર જગ્યાએ ગામ અને શાળાના નોટિસ બોર્ડ પર જાહેર કરવામાં આવે તેવી માંગણી કરી છે, જંગલ જમીનના દાવેદારોને આદેશપત્ર આપેલ છે તેવા દાવેદારોને જમીન તેમજ બોર મોટર લાઇટની વ્યવસ્થા માટે સીમિત લક્ષ્યાંકમાં મંજૂરી મળે તેવી માંગણી કરી છે, વન અધિકાર કાયદાના દાવેદારોને અધિકારપત્ર મળેલ છે તેવા દાવેદારોઓને સરકાર તરફથી પીએમ કિસાન યોજના હેઠળ બે હજાર રૂપિયા આપવામાં આવે તેનો લાભ પણ મળે તેવી માંગણી કરી છે, રેવન્યુ જમીનમાં આવેલ બોર અને કુવા તેમજ વૃક્ષોની એન્ટ્રી સાત બાર આઠ અ માં કરવામાં આવે, પીપળીપાન ગામમાં આવેલ ધોરણ ૧ થી ૫ ની શાળામાં છેલ્લા એક વર્ષથી ફક્ત એક જ શિક્ષક દ્વારા શિક્ષણ કાર્ય તેમજ વહીવટી કાર્યભાર સાંભળવામાં આવે છે તેથી બાળકોના શિક્ષણ કાર્ય અને ભવિષ્ય બાબતે ચિંતા નો વિષય છે તો વહેલી તકે પૂરતા શિક્ષકની ભરતી કરવાની માંગણી કરી છે, પીપરીપાન થી અમલઝર ગામ તેમજ જાજપુર ને જોડતો પાકો ડામર રોડ, દરિયા ગામ થી પીપળીપાને જોડતો પાકો ડામોર રોડ, પીપળીપાન ગામ થી પડવાણિયા ગામ અને રામપુર ગામ ને જોડતો રોડ પર એક ગરનાળુ અને પુલ બનાવવો, કદવાલી ગામથી રામપુર ગામને જોડતો પાકો ડામર રોડ, રજલવાડા ગામ થી સ્મશાન સુધીનો રસ્તો તથા જામોલી ગામને રોડ નો પાકો રસ્તો, જાંમોલી ગામથી સ્મશાન સુધી પાકો ડામર રોડ તેમજ પ્રાથમિક શાળાને આંગણવાડીના મકાન જર્જરી હાલતમાં છે જેના કારણે બાળકોનો જીવ જોખમાઈ રહ્યો છે જે મકાન નવા બનાવવા તથા પ્રાથમિક શાળામાં એક જ શિક્ષક છે તો ત્યાં બાકી શિક્ષકની ભરતી કરવાની માંગણી કરવામાં આવી છે, ઝઘડિયા થી વાયા રાજપારડી પડવાણિયા ગામ સુધી લોકોએ તેમજ બહારગામની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવવાની જવાન કરવામાં સરળતા રહે તે માટે તાત્કાલિક બસ સુવિધા ચાલુ કરવાની માંગણી કરી છે, રજલવાડા બસ સ્ટેશન થી ચોકી ગામ સુધી, ખાલક કંપની ગામથી ખાલક ગામમાં જતો રોડ, કેસરવા ગામથી વલા ગામના સ્મશાન સુધીનો રોડ, કેસરવા ગામ પ્રાથમિક શાળા નજીક ગટર લાઇનની વ્યવસ્થા, ખાલક કંપની થી વલી ગબાણ ગામને જોડતો પાકો ડામર રોડ, કપાટ ગામ ની પ્રાથમિક શાળાથી વન વસાહત સુધી પાકો ડામર રોડ, ધોલી ગામ થી સ્મશાન સુધીનો પાકો ડામર રોડ, ધોલી ગામમાં ગટરની વ્યવસ્થા તેમજ પાણીના નિકાલ માટે ગટર લાઈન, બાંડાબેડા ગામ થી શિયાલી ગામ તેમજ ગામમાંથી સ્મશાન સુધીનો પાક ડામર રોડ, સરકારી બોરીદરા ગામમાં જીઈબી ની ટીસી નીચલા ફરિયા પ્રાથમિક શાળા સુધીનો ડામર રોડ બનાવવાની માંગણી કરી છે,

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!