કઠવાડા ઇસ્કોન મંદિરમાં કામ કરતા જૂનાગઢના યુવકે સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો

કઠવાડા ઇસ્કોન મંદિરમાં કામ કરતા જૂનાગઢના યુવકે સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : મૂળ જૂનાગઢના અને અમદાવાદના કઠવાડા ઇસ્કોન મંદિર ખાતે કામ કરતા યુવકે મંદિરના અમુક લોકોના ત્રાસના કારણે સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો સારવાર દરમિયાન મોત થયું. નિકોલ પોલીસ સ્ટેશનમાં અરજી કરતા કિરણ કંટેશરીયાએ જણાવ્યું કે હું મૃતક જતીનકુમાર ભીખાલાલ દલસાણીયાનો બનેવી છું. મારા સાળા જતીને તારીખ 27 ફેબ્રુઆરી 2025ના રોજ ઇસ્કોન કઠવાડા ખાતે 9 વાગ્યાની આસપાસ એસિડ પીધેલ હતું. આ ઘટના અંગેનો કોલ ભીખાલાલ દલસાણીયાને આવેલ હતો. તેથી બધા લોકો સેલ્બી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. ત્યારબાદ દર્દીને વધુ સારવાર માટે 28 ફેબ્રુઆરીના રોજ SMS હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવેલ હતો. ત્યારબાદ તબીયતમાં સુધારો થતા 12 માર્ચના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવેલ હતો. 19 માર્ચના ફરી તેમને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યા સારવાર દરમિયાન તેમનું મૃત્યું થયું હતું. તે બાદ પરિવાર દ્વારા મંદિર તંત્ર ને જાણ કરી હતી છતાં કોઈ આવ્યું નહીં આ ઘટના બાદ પરિવાર પર મુસીબત આવી ગઈ છે એકના એક દીકરાને ગુમાવતા માતા-પિતા ન્યાયની માંગણી કરી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર હેનકેન પ્રકારે અરજદારની FIR ની નોંધતા નથી આ બાબતે યોગ્ય તપાસ થવી જરૂરી છે મૃતક દ્વારા જે સુસાઇડ નોટ લખવામાં આવી છે તે કાગળ ક્યાં છે ? તે એક મોટો સવાલ છે પરિવારને તે સુસાઇડ નોટ મોબાઈલ માંથી ડીલીટ બોક્સ માંથી મળી છે તો તે સુસાઇડ નોટનું કાગળ ગયું ક્યાં ? આ બાબતે મૃતકના બનેવીએ મુખ્યમંત્રી સ્વાગત માં અરજી કરેલ પણ પરિવારનો દાવો છે કે પોલીસ તંત્ર કાગળ પર ખોટી કરી રહી છે અને પરિવારે ખોટી રીતે હેરાન કરી રહી છે પોલીસ ને મોબાઈલ આપી દેવામાં આવ્યો છે પણ હજુ FSL માં મોકલવામાં આવ્યો નથી તેથી પરિવાર જનોને લાગે છે કે પોલીસ તંત્ર આરોપીઓને છાવરી રહ્યા છે અને તપાસ ને ખોટી દીશા માં લઈ જઈ રહ્યા છે પરિવારની એક જ માંગ છે કે પ્રથમ તો FIR દાખલ થાય અને ત્યારે બાદ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે પરિવારના સભ્યોએ જણાવ્યું કે, અમને સુસાઇડ નોટ જતીનના મોબાઇલ ડીલેટ બોક્સમાંથી મળી આવી હતી. તેમજ અમને રેખાબેન પ્રજાપતિ તેમજ લતા ગોહેલ અને ઇસ્કોન મંદિરવાળા ઉપર શંકા જાય છે. તેમજ તે બાબતના પુરાવા પણ છે. પરિવાર હવે પોલીસ પાસે આ બાબતે ન્યાયની માંગણી પણ કરી રહી છે. મૃતકના પરિવારમાં તેમના માતા-પિતા જ છે.




