વાઘજીપુર ખાતે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વાઘજીપુર ખાતે ભાગ્યોદય મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને પંચમહાલ જિલ્લા આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે એક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનું ઉદ્ઘાટન રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિપુલભાઈ ગામીત, આર.સી.એચ.ઓ. શ્રી ચોધરી સાહેબ અને શહેરા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ગઢવી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી, જેમાં આંખના સર્જન, સ્ત્રીરોગ નિષ્ણાંત, દાંતના રોગ નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત, જનરલ મેડિસિન નિષ્ણાંત, જનરલ સર્જન, ઓર્થોપેડિક નિષ્ણાંત અને ફીઝીયોથેરાપિસ્ટનો સમાવેશ થાય છે.
કેમ્પમાં લાભાર્થીઓ માટે બી.પી. તપાસ, ડાયાબિટીસ ચેકઅપ, ટી.બી. સ્ક્રીનિંગ, આયુષ્માન ભારત કાર્ડ અને વય વંદના કાર્ડ બનાવવાની નિ:શુલ્ક સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પનો કુલ ૭૪૦ લોકોએ લાભ લીધો હતો, જેમાંથી ૧૨૬ લોકોએ આયુષ્માન ભારત અને વય વંદના કાર્ડ બનાવડાવ્યા હતા.
આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે ભાગ્યોદય મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આરોગ્ય વિભાગનો સ્ટાફ, ગામના આગેવાનો અને સ્વયંસેવકોનો સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિ અને પ્રાથમિક તપાસની આવશ્યકતા પર ભાર મૂકી માર્ગદર્શન આપ્યું હતું.






