વડા પગાર કેન્દ્ર શાળાને તાલુકા ની શ્રેષ્ઠ સક્ષમ શાળાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
વડા પગાર કેન્દ્ર શાળાને તાલુકા ની શ્રેષ્ઠ સક્ષમ શાળાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

વડા પગાર કેન્દ્ર શાળાને તાલુકા ની શ્રેષ્ઠ સક્ષમ શાળાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
સમગ્ર શિક્ષા,ગાંધીનગર પ્રેરિત સમગ્ર શિક્ષા અને જિલ્લા શિક્ષણ સમિતિ બ.કાં.દ્વારા આયોજિત જિલ્લા અને તાલુકા કક્ષા સક્ષમ શાળા એવોર્ડ ૨૦૨૪- ૨૫ અંતર્ગત તા. ૧૩/૦૮/૨૦૨૫ ને બુધવારના રોજ કનુભાઈ મહેતા હોલ પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેની અધ્યક્ષતામાં શાળાઓને એવોર્ડ, સન્માનપત્ર તથા જિલ્લા કક્ષાએ પ્રથમ એવોર્ડ વિજેતાને ૩૧ હજાર, દ્વિતીય એવોર્ડ વિજેતાને ૨૧ હજાર,તૃતીય એવોર્ડ વિજેતા ને ૧૧ હજાર અને તાલુકા કક્ષાએ પ્રથમ આવનારને ૧૧ હજાર રોકડ અને પુરસ્કાર તરીકે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુભાઈ પટેલ, નાયબ જિલ્લા પ્રોજેક્ટ અધિકારી રાજેશભાઈ પ્રજાપતિ સહીત સમગ્ર શિક્ષા સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહેલ.ડાયટ પ્રાચાર્ય ધુડાભાઈ બ્રાહ્મણ હાજર રહી પોતાના વક્તવ્ય દ્વારા એવોર્ડ વિજેતા શાળાઓ પોતાના કાર્યની સુવાસ અન્ય શાળાઓ સુધી પહોંચાડે અને જિલ્લાની વધુમાં વધુ શાળાઓ સક્ષમ બને તેવા પ્રયત્નો સમગ્ર શિક્ષા ટીમ દ્વારા થાય તેવું સુંદર માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવેલ.જિલ્લા શિક્ષણાધિકારી હિતેષભાઈ ચૌધરી દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવેલ.કાંકરેજ તાલુકાની વડા પગાર કેન્દ્ર શાળા તાલુકા સક્ષમ શાળા એવોર્ડ મેળવી કાંકરેજ તાલુકાનું નામ રોશન કરેલ.નાયબ જિલ્લા પ્રોજેક્ટ અધિકારી રાજેશભાઈ પ્રજાપતિ,કાંકરેજ TPEO ગૌરાંગભાઈ પંચાલ,બી.આર.સી કો.ઓર્ડીનેટર મહેન્દ્રભાઈ સુથાર, સી.આર.સી કો-ઓર્ડીનેટર નટુભાઈ કંબોયા (સુથાર)ના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય જગદીશભાઈ ગૌસ્વામી અને સ્ટાફ મિત્રોના અથાગ પ્રયત્નોથી સક્ષમ શાળા એવોર્ડ મેળવી વડા ગામ,કાંકરેજ તાલુકા નું ગૌરવ વધાર્યું છે.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530




