જાંબુઘોડામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૪.૮.૨૦૨૫
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં ચાલી રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે જાંબુઘોડા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જાંબુઘોડા સર્કિટ હાઉસથી શરૂ થયેલી આ યાત્રા તાલુકા પંચાયત ખાતે પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ,પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર સહિત જાંબુઘોડા પોલીસ સ્ટેશનના પી.આઈ.એસ.બી.બુટીયા અને પીએસઆઈ ચુડાસમા તથા પોલીસ સ્ટાફ, રેન્જના આર.એફ.ઓ.તેમજ ભાજપા મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.આ યાત્રામાં મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી નાગરિકો અને શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેણે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગથી છલકાવી દીધું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં રાષ્ટ્રભાવના અને દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત કરવાનો હતો.









