
તા.૧૪.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્ર ઉપર સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી
દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. આંગણવાડીના બાળકોને કાર્યકર બહેનો દ્વારા નાના નાના રાષ્ટ્રધ્વજ આપવામાં આવ્યા. બાળકો અનેક નેતાઓના વેશ ધારણ કરીને આંગણવાડીમાં આવ્યા અને આંગણવાડી કેન્દ્રો પર ફૂલો દ્વારા રંગોળી પણ કરવામાં આવી. અને બાળકોને આજના પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં પણ સ્વતંત્રતા દિવસ વિશે ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ બાળકો અને કાર્યકર બેહેનો દ્વારા રેલીઓ કાઢવામાં આવી. જેમાં આંગણવાડીના બાળકો દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો. બાળકો રેલીમાં ખૂબ ઉત્સાહપૂર્વક આ રેલીમાં જોડાઈને ભારત માતા કી જય , વંદે માતરમ્ ના નારા બોલતા રેલીમાં જોડાયા જેમાં દેશપ્રેમની ભાવના જોવા મળી હતી.નારા બોલતા બોલતા બાળકોને આંગણવાડી કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા. કાર્યકર બેહેનો દ્વારા બાળકોને રાષ્ટ્રધ્વજને સલામી આપતા શીખવાડવામાં આવ્યું , બધાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી. વંદે માતરમ્ અને ભારત માતા કી જય બોલીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો





