DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં તમામ આંગણવાડી કેન્દ્રોમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી

તા.૧૪.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં તમામ આંગણવાડી કેન્દ્રોમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી

દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં “ પા પા પગલી પ્રોજેક્ટ ” અંતર્ગત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમીની ઉજવણી,કેંદ્રોમાં ગોકુળીયો માહોલ,નાના ભુલકાઓ કાનુડા અને રાધાના રુપમાં સુંદર લાગતા હતા.મટકીફોડ થી લઈને ગોકુળ જેવો માહોલ સર્જાયો હતો. ભૂલકાઓ નંદબાવા, સુદામા, ગોવાળો, રાધા, બલરામ બનીને આવ્યા હતા. જન્માષ્ટમી નિમિત્તે વિવિધ કેંદ્રોમાં રંગપૂરણી સ્પર્ધા અને મટકી શણગારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળકોને નાટ્યકરણ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ ની સમજ આપવામાં આવી હતી. રાધા અને કૃષ્ણના વેશભૂષામાં બાળકો આકર્ષીત લગતા હતા અને કૃષ્ણ ભજન ગાયા હતા અને આનંદથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!