ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજમાં અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત રક્તદાન કેમ્પ યોજાયો.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજમાં અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત રક્તદાન કેમ્પ યોજાયો.

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 79મા સ્વાતંત્રપર્વની ઉજવણીના ભાગરૂપે તેમજ ઓપરેશન સિંદુરની ભવ્ય સફળતાને ગર્વની લાગણી સાથે બિરદાવવા માટે અરવલ્લી જિલ્લામાં તિરંગાયાત્રાની સાથે મેગા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત મેઘરજ ની શ્રી પીસીએન હાઈસ્કૂલ ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં નગરજનો ગ્રામજનો અને વહીવટી તંત્ર ના કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કરી રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે મેઘરજ તાલુકાવિકાસ અધિકારી, મામલતદાર, તાલુકા આરોગ્ય અધિકારી, કેળવણી મંડળ ના પ્રમુખ, મંત્રી આચાર્ય સહીત શાળાના શિક્ષકોએ પણ રક્તદાન કર્યુ હતું રામાણી બ્લડ બેન્ક દ્વારા રક્ત દાતાઓને પ્રમાણપત્ર અને ચાનો મગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ચા બિસ્કિટ સહીત ની વ્યવસ્થા કરવામાં આવી હતી વહીવટી તંત્ર એ રક્તદાતાનો આભાર માન્યો હતો.

 

Back to top button
error: Content is protected !!