MORBI:મોરબી મહાનગરપાલિકા ની ઇલેક્ટ્રીકલ શાખા દ્વારા સ્ટ્રીટ લાઈટોનો યોગ્ય ઉપયોગ માટે ટાઈમર અને કોન્ટેક્ટર લગાવાયા
MORBI:મોરબી મહાનગરપાલિકા ની ઇલેક્ટ્રીકલ શાખા દ્વારા સ્ટ્રીટ લાઈટોનો યોગ્ય ઉપયોગ માટે ટાઈમર અને કોન્ટેક્ટર લગાવાયા
મોરબી મહાનગરપાલિકા ની ઇલેક્ટ્રીકલ શાખા દ્વારા મોરબી શહેરના મુખ્ય માર્ગો અને સર્કલો પર માર્ગપ્રકાશની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા મોટા ભાગના મહત્વના વિસ્તારો અને મુખ્ય માર્ગો પર લાઇટો દ્વારા યોગ્ય પ્રકાશ મળી રહે તે પ્રકાર ની તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે અને આ લાઇટોનો યોગ્ય અને સમયસર ઉપયોગ થાય તે માટે ટાઈમર અને કોન્ટેક્ટર લગાવી લાઇટોની કાર્યપ્રણાલી એવી રીતે સંચાલિત કરવામાં આવી છે કે તે સમય પ્રમાણે ચાલુ અને બંધ થાય કે જેનાથી લાઇટોનો અતિશય ઉપયોગ ટાળીને તેમની આયુષ્યમાં વધારો તહી શકશે અને ઊર્જા માં પણ ઘણો બચાવ થશે જે ને ધ્યાને લઈ નીચે મુજબ ના સ્થળો પર ટાઈમર અને કોન્ટેક્ટર લગાવવામાં આવેલ છે, જેમાં (૧)જેલ ચોક ખાતે અંદાજિત ૭૦૦ લાઇટો, (૨)કેનાલ રોડ બોરિયાપાટી ખાતે અંદાજિત ૬૦ લાઇટો (૩)આલાપ સોસાયટી ખાતે અંદાજિત ૮૦૦ લાઇટો, (૪)GIDC શનાળા રોડ ખાતે અંદાજિત ૬૫૦ લાઇટો (૫) AJ કંપની રવાપર રોડ ખાતે અંદાજિત ૮૦૦ લાઇટો (૬)પંચાસર રોડ રાજનગર કુળદેવી ડેરી પાસે ખાતે અંદાજિત ૮૫૦ લાઇટો (૭)રવાપર રોડ સુભાસ નગર ખાતે અંદાજિત ૮૫૦ લાઇટો (૮) લાતી પ્લોટ કોલ સેન્ટર ખાતે અંદાજિત ૪૦૦ લાઇટો (૯)le કોલેજ રોડ કેસર બાગ પાસે ખાતે અંદાજિત ૭૦ લાઇટો (૧૦)સરસ્વતી સોસાયટી ખાતે અંદાજિત ૫૦૦ લાઇટો (૧૧)સો ઓરડી પોસ્ટ ઑફિસ પાસે ખાતે અંદાજિત ૫૦૦ લાઇટો (૧૨)પવન પાર્ક ખાતે અંદાજિત ૪૦૦ લાઇટો (૧૩)રામ કૃષ્ણ નગર ખાતે અંદાજિત ૮૫૦ લાઇટો (૧૪)લીલાપર રોડ ખડીયાવાસ ખાતે અંદાજિત ૮૫૦ લાઇટો આ તમામ વિસ્તારો ને આવરી લેવા માં આવ્યા છે જેથી આ તમામ વિસ્તારો ની લાઇટો સમયસર ચાલુ બંધ થઈ શકે તે રીત ની વ્યવસ્થા કરવામાં આવેલ છે
આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકા ની હદમાં આવતાં બાકી રહેલા વિસ્તારોમાં અને જરૂરીયાત મુજબના તમામ સ્થળો પર પણ ટાઈમર અને કોન્ટેક્ટર લગાવી તમામ લાઇટો વ્યવસ્થિત રીતે કામ કરે તે માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.