હાલોલની કલરવ સ્કૂલમાં “79 “માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૫.૮.૨૦૨૫
કલરવ શાળામાં 79 માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની શિક્ષકા પ્રભાબેન પેશરાણા તેમજ પ્રતિનિધિત્વ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું હતું ધ્વજ વંદન કાર્યક્રમની શરૂઆત સવારે 8:00 વાગ્યે થઈ.જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા કૃતિકાબેન પટેલ ના વરદ હસ્તે 8:15 ના સુમારે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ દિન નિમિત્તે ઉપસ્થિત મહેમાન નું સ્વાગત અંગ્રેજી માધ્યમ ધોરણ 4 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી નેત્રે મહેતાએ કર્યું. ત્યારબાદ મહેમાનનો પરિચય શાળાની શિક્ષિકા મનીષા વાળંદ એ આપ્યો. આ દિન નિમિત્તે મુખ્ય મહેમાન એ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું જેમાં તેમને દેશની આઝાદીની તેમજ વર્તમાન ભારત દેશની વાત કરવામાં આવી. ત્યારબાદ શાળાના શિક્ષિકા ધર્મિષ્ઠાબેન વરિયા એ મહેમાન ને સ્મૃતિચિન્હ અર્પણ કર્યું. આ દિન નિમિત્તે શાળાના આચાર્ય ડૉ .કલ્પનાબેન જોશીપુરાએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું જેમાં તેમને દેશની આઝાદીની દેશદાઝ અને દેશભક્તિની વાત કરી તેની સાથે આપણા માનનીય વડાપ્રધાન ના દેશની પ્રગતિ માટેના વિચારોની વાત કરી. આ દિન નિમિત્તે શાળામાં તેમજ શાળા બહાર થયેલ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે કલા મહાકુંભ, SGFI (શાળાકીય રમત)તેમજ સંસ્કૃત સરળ ભાષા ની સ્પર્ધામાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તેની સાથે સાથે શાળાના આચાર્ય ડૉ .કલ્પનાબેન જોશીપુરા ને વિશ્વની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી ના કમિટીના સભ્ય બનવા બદલ ખુબ ખુબ અભિનંદન આપવામાં આવેલ. આ સ્વાતંત્ર્ય દિન ના કાર્યક્રમને વિદ્યાર્થીઓ અને વાલીઓ પરોક્ષ રીતે નિહાળી શકે તે માટે શાળા તરફથી શાળાના ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું. અંતમાં ગુજરાતી માધ્યમ ધોરણ 5 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સમીહા આમોદ એ આભાર વિધિ વ્યક્ત કરી. અંતમાં શાળા દ્વારા બધા જ વિદ્યાર્થીઓને બિસ્કીટની વહેચણી પણ કરવામાં આવી હતી.









